નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના અપનાવવાની સંભાવના પર વિચારણા કરવા જણાવ્યું છે જેથી કોરોના વાઇરસ રોગચાળાને કારણે દેશમાં લૉકડાઉન દરિયાન સ્થળાંતર કરાયેલા કામદારો અને આર્થિક રીતે નબળા વર્ગના સભ્યોને લાગુ કરવામાં આવે.
કેન્દ્ર સરકારની આ યોજના આ વર્ષે જૂનમાં શરૂ થવા જઈ રહી છે. ન્યાયમૂર્તિ એન.વી. રમણ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ બી.આર. ગવાઈની ખંડપીઠે સોમવારે પસાર કરેલા તેમના આદેશમાં કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્ર સરકાર આ સમયે યોજનાના અમલીકરણની શક્યતા પર વિચાર કરે અને સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લે."