ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે આફ્રિકી ચિત્તાને ભારતમાં લાવવાની આપી મંજૂરી - ભૂતપૂર્વ ડિરેક્ટર વાઇલ્ડલાઇફ  ઇન્ડિયા રણજીતસિંહ

સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને ભારતના વન્યજીવની વસાહતમાં આફ્રિકી ચિત્તાને લાવવાની મંજૂરી આપી છે.

African cheetah
African cheetah

By

Published : Jan 28, 2020, 2:48 PM IST

નવી દિલ્હીઃ દેશમાં દુર્લભ ભારતીય ચિત્તા લગભગ લુપ્ત થઈ રહ્યાં છે. જેથી રાષ્ટ્રીય ટાઇગર કન્સર્વેઝન ઓથોરિટી (NTCA)એ નામિબિયાથી આફ્રિકાના ચિત્તા લાવવાની મંજૂરી માટે અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે નિર્ણય લેવા NTCAને માર્ગદર્શન આપવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. જેમાં ભૂતપૂર્વ ડિરેક્ટર વાઇલ્ડ લાઇફ ઇન્ડિયા રણજીતસિંહ, ભારતના વાઇલ્ડ લાઇફના ડીજી ધનંજય મોહન અને વન્યજીવન DIG વાતાવરણીય અને વન મંત્રાલયનો સામેલ હતાં.

મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે અને ન્યાયાધીશ બી. આર. ગવાઈ અને સૂર્યકાંતની ખંડપીઠે જણાવ્યું હતું કે, "સર્વોચ્ચ અદાલત આ પ્રોજેક્ટની દેખરેખ રાખે છે અને સમિતિ દર ચાર મહિને તેનો અહેવાલ રજૂ કરશે. આફ્રિકાના ચિત્તાના સ્થળાંતરનો નિર્ણય યોગ્ય સર્વેક્ષણ પછી લેવામાં આવશે. તેમજ પ્રાણીની રજૂઆતની કાર્યવાહી NTCAના નિર્ણય પર છોડવામાં આવે છે."

ABOUT THE AUTHOR

...view details