આર્થિક સર્વેક્ષણ મુજબ 14 જૂન, 2019 સુધી 30 રાજ્યશાસિત પ્રદેશોમાં વ્યક્તિગત ઘરેલૂ શૌચાલય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. SBMને કારણે 93.1 ટકા પરિવારો શૌચાલય સુધી પહોંચ્યા છે અને 30 રાજ્યશાસિત પ્રદેશોમાં 100 ટકા અતિસાર અને મેલેરિયાના કારણે થનારી મૃત્યદરમાં ઘટાડો નોંધાયો છે.
બજેટ 2019: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 9.5 કરોડ શૌચાલય બન્યા - budget
ન્યૂઝ ડેસ્ક: સ્વચ્છ ભારત મિશન (SBM) હેઠળ ચાર વર્ષમાં 99.2 ટકા ગ્રામીણ ભારતને આવરી લેવામાં આવ્યું છે. જેને સંસદમાં ગુરૂવારે આર્થિક સર્વેક્ષણ 2018-19માં રજૂ કરવામાં આવી હતી. મિશનની શરૂઆત 2 ઓક્ટોમ્બર, 2014માં કર્યા બાદ દેશભરમાં 9.5 કરોડથી વધારે શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ 5,64,658 ગામડાઓને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
બજેટ 2019: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 9.5 કરોડ શૌચાલય બન્યા
કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મણા સીતારમણે ગુરૂવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2018-19 રજૂ કર્યું હતું. જેમાં ચાર વર્ષોમાં 99.2 ટકા ગ્રામીણ ભારત SBMના માધ્યમથી આવરી લેવામાં આવ્યા છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ વર્ષથી નાના બાળકોમાં અતિસાર અને મેલેરિયા જેવા રોગો, મૃત જન્મેલા બાળકો અને ઓછા વજનવાળા બાળકોનો જન્મ જેવા મામલામાં ઘટાડો કરવા માટે મદદ મળી છે.