હવે એક વર્ષની MCLRનું વ્યાજ દર ઘટીને 8.25 ટકાથી 8.15 ટકા પર આવી ગયું છે. નવા દર 10 સપ્ટેમ્બરથી લાગૂ થશે. ત્યાર બાદ જો તમે હોમ, ઓટો અને પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશ ખબરી છે. આવા સમયે જો તમે આ બેંકના ગ્રાહક છો તો તમને મળી શકે છે, ઘટેલા દરમાં વ્યાજ લોન.
SBI ગ્રાહકો માટે ખુશ ખબર: હોમ, ઑટો અને પર્સનલ લોનના વ્યાજદરમાં ઘટાડો - sbi home loan interest rates
નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી છએ. બેંકે MCLRમાં ઘટાડો કર્યો છે. બેંક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું છે કે, તમામ સમયની MCLRના ઘટાડામાં 10 બેસિસ પોંઈન્ટ એટલે કે 0.10 ટકાનો ઘટાડો કર્યો છે.
![SBI ગ્રાહકો માટે ખુશ ખબર: હોમ, ઑટો અને પર્સનલ લોનના વ્યાજદરમાં ઘટાડો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4384903-thumbnail-3x2-l.jpg)
ians
હવે દરમહિને આવતા EMI પર 0.10 ટકા દર સસ્તા થયા છે.
MCLRના દર ઘટતા તમને સિધો ફાયદો થશે.આપને જણાવી દઈએ કે, બેંક દ્વારા MCLR વધારવા અથવા ઘટાડાની અસર નવી લોન લેનારા અથવા તો જે ગ્રાહકોએ એપ્રિલ 2016 બાદ લોન લીધી છે.