ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક કેન્દ્રો ઉપર ચોરી થયા હોવાના CCTV સામે આવ્યા છે. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પરીક્ષામાં ચોરી થઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉમેદવારોએ અનેક વખત આવેદનપત્ર આપ્યું હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા બુધવારે ઉમેદવારો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે, ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
#saveGujratstudents ટ્રેન્ડ થયું, ગુજરાતના વિદ્યાર્થીઓનું આંદોલન
ગાંધીનગર: ગત રવિવારે યોજાયેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, પરંતુ રવિવારે રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો પર ચોરી થઇ હોવાના આક્ષેપ સાથે બુધવારે ઉમેદવારોએ ગાંધીનગર ખાતેના કર્મયોગી ભવનમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની કચેરીનો ઘેરાવ કર્યો હતો. ઉમેદવારો ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમને ડિટેઈન કરી લેવામાં આવ્યા હતા.
saveGujratstudents
આ ઘટનાને લઈ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #saveGujratstudents ટ્રેન્ડ ચાલી રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા પર ત્રીજા નંબરે આ હેશટેગ ચાલી રહ્યું છે. ધીમે ધીમે સમગ્ર ગુજરાત અને દેશમાં આ ટ્રેન્ડ હાલ ટોપ પર ચાલી રહ્યું છે.