નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના શરૂઆતી વલણો બાદ આમ આદમી પાર્ટીના નેતા અને ગ્રેટર કૈલાશથી ઉમેદવાર સૌરભ ભારદ્વાજે ભાજપની મઝાક ઉડાવી છે. તેમણે ટ્વીટ કરી ભાજપ પર વ્યંગ કરતાં કહ્યું કે, 'હનુમાન કા બજ ગયા ડંકા, પાખંડિયો કી જલ ગઈ લંકા - જય બજરંગ બલી..!'
દિલ્હી પરિણામ: હનુમાને ભાજપની લંકામાં લગાવી આગ: સૌરભ ભારદ્વાજ - delhi election result
ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ હનુમાન મંદિર ગયા હતા. આ ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી. આ સાથે જ વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવ્યાં હતાં, ત્યારે આમ આદમી પાર્ટીએ સારૂ પરિણામ મેળવતા હવે AAP નેતા સૌરભ ભારદ્વાજે ભારતીય જનતા પાર્ટી સામે વ્યંગ કર્યો છે.
દિલ્હી પરિણામ : હનુમાને ભાજપની લંકામાં લગાવી આગ - સૌરભ ભારદ્વાજ
તેમણે લખ્યું કે, ભાજપે કેજરીવાલનું અપમાન કર્યુ છે. શાળાના બાળકોની મહેનત સામે સવાલ ઉઠાવ્યાં છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે હનુમાનજીને પણ મઝાક બનાવી દેવાયા. રાવણે પણ હનુમાનજીની મઝાક બનાવી હતી. વાંદરો કહીં પૂંછડીમાં આગ લગાવી હતી. આજે મંગળવારે હનુમાનજીએ ભાજપની લંકામાં આગ લગાવી દીધી છે.