વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રિયાદમાં સાઉદી અરબના કિંગ અને ક્રાઉન પ્રિંસ સાથે સત્તાવાર રીતે બેઠકો કરી. પરંતુ આ બેઠકોમાં કાશ્મીર મુદ્દો કોઇ ખાસ ચર્ચાનો વિષય ન રહ્યો. તેમ ભારતીય રાજદૂત અને અનુભવી અરબી વ્યાખ્યાકાર ઝિકરૂર રહમાનનું કહેવું છે.
ભારતની સ્થિતિ સમજતા હોવાને કારણે સાઉદીનું કાશ્મીર મુદ્દે મૌન : નિષ્ણાતોનો દાવો બન્ને પક્ષોએ પારસ્પરિક હીતો સાથે સંબંધીત પ્રાદેશિક અને આંતર્રાષ્ટ્રીય મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચાઓ કરી પરંતુ તેમ છતાં કાશ્મીર મુદ્દાને છેડ્યો નથી. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે તેની પાછળ ભારતની સ્થિતિ અંગેની રાજકીય સમજણ જવાબદાર છે.
નરેન્દ્ર મોદી અને સાઉદી અરબનાં ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થઇ હતી, જેમાં મુખ્યત્વે ઇન્ડો સાઉદી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ જ પ્રમુખ હતી. મોદીની સલમાન ઉપરાંત સાઉદી અરબનાં કિંગ સાથે પણ મુલાકાત થઈ છે. બંને દેશો વચ્ચે સુરક્ષાને લઇને પણ વિસ્તૃત ચર્ચા થઇ છે. પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આ બેઠકને સૌથી મહત્વની માનવામાં આવી રહી પરંતુ કાશ્મીર મુદ્દે તેમનું મૌન સ્પષ્ટ સંકેત છે કે કાશ્મીર મુદ્દે ભારત જે કંઇ પણ કરે છે તે તેનો આંતિરીક મુદ્દો છે.
આ મુલાકાત એવા સમયે કરવામાં આવી જ્યારે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર મુદ્દે સાઉદી અરબના સમર્થન માટે પ્રયત્ન કરી રહ્યુ છે. અને સાઉદી સમક્ષ અનેક વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે. પરંતુ ભારતે આ મુલાકાતમાં કાશ્મીરના મુદ્દાનો ઉલ્લેખ ન કરીને એવું સ્પષ્ટ કર્યું છે કે ભારત કાશ્મીર મુદ્દે જે કંઇ કરે છે તે ભારતનો આંતરીક મામલો છે. સાથે જ સાઉદી અરબે પણ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે કાશ્મીરમાં ભારતની કાર્યવાહીને સમજી શકે છે.
આ બેઠકમાં સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન દુનિયાના દેશો પાસે કાશ્મીર મુદ્દે મદદ માગી રહ્યુ છે. પરંતુ દુનિયાના કોઈપણ દેશ પાકિસ્તાનને મદદ કરવા માટે તૈયાર નથી.