ખૂબ ચર્ચામાં રહેલી વાર્ષિક નાણાકીય પરિષદમાં ભાગ લેવા સાઉદી અરેબિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના રાજા સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા પર પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.
PM મોદી અને સાઉદી રાજાએ કરી આતંકવાદની નિંદા, દ્વીપક્ષી સંબંધોને મજબુત કરવા બંન્ને દેશો સહમત - morning headlines
રિયાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અજીજ અલ-સઉદે આતંકવાદની નિંદા કરી હતી. બંન્ને દેશો વચ્ચે સુરક્ષા અને સહયોગ વધારવા સહમત થયા છે.
મંગળવાર સાંજે વડાપ્રધાન મોદીની સાઉદી યુવરાજ મોહમ્મદ બિન સલમાન સાથેની બેઠક બાદ બંને દેશો વચ્ચે સંરક્ષણ ઉદ્યોગો, સુરક્ષા સહકાર, હવાઈ સેવા કરાર, નવીનીકરણીય ઉર્જા, તબીબી ઉત્પાદનોના નિયમન અને ડ્રગસની તરસ્કરી ડામવામાં સહકાર જેવા વિવિધ ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.
ભારત ખનિજ તેલનો સૌથી વધુ વપરાશ કરનારા દેશોમાં ત્રીજા નંબરે છે. ભારત પોતાની જરૂરીયાતના 83 ટકા તેલ આયાત કરે છે. જ્યારે સાઉદી અરેબિયા ઈરાક પછી સૌથી વધુ ખનિજ તેલનું ઉત્પદન કરે છે. 2018-19માં ભારતે સાઉદી અરેબિયા પાસેથી 40.33 લાખ ટન કાચા ખનિજ તેલનો જથ્થો ખરીદ્યો હતો.