નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણના પ્રમાણમાં વધારો થવા લાગ્યો છે. પ્રદૂષણ હવે ખતરનાક સ્તરે પહોંચી રહ્યું છે અને આ સાથે જ પ્રદુષણના કારણોને લઇને આરોપ-પ્રત્યારોપનું રાજકારણ શરૂ થયું છે. દિલ્હીના ઉર્જા પ્રધાન સત્યેન્દ્ર જૈને કેન્દ્રીય ઉર્જા રાજ્ય પ્રધાન આર. કે. સિંહને પત્ર લખ્યો છે. સત્યેન્દ્ર જૈને આ પત્ર દ્વારા માગ કરી છે કે, દિલ્હીના પાડોશી રાજ્યોમાં જે થર્મલ પાવર સ્ટેશન ચાલી રહ્યાં છે, તેને બંધ કરવા જોઈએ.
દિલ્હીમાં નથી એક પણ થર્મલ સ્ટેશન
દિલ્હી સચિવાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હી અને દિલ્હીની આજુ-બાજુના પ્રદર્શનમાં આ થર્મલ પાવર સ્ટેશનનું મોટું યોગદાન છે. તેમને જણાવ્યું કે, 2015માં આને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેની સમયમર્યાદા વધારીને 2019 કરી દેવામાં આવી હતી, પરંતુ હજૂ પણ પાડોશી રાજ્યોમાં થર્મલ પાવર સ્ટેશન ચાલુ છે. દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં એક પણ થર્મલ પાવર સ્ટેશન નથી.