રાજ્યપાલ સત્યપાલ મલિકે એમ પણ કહ્યુ હતું કે, રાહુલ ગાંધીએ એક પાર્ટીના નેતા તરીકે પોતાના વ્યવહાર ઉપર શરમ અનુભવવી જોઈએ. તેઓ મુર્ખામીભરી વાતો કરે છે. મલિકે ઉમેર્યુ હતું કે,' મેં રાહુલ ગાંધીને જમ્મુ કાશ્મીર આવવા માટે આમંત્રણ મોક્લ્યુ છે કે, હું તમારા માટે વિમાન મોકલીશ જેનાથી તમે પરિસ્થિતિ અંગે સાચી માહિતી જાણી શકો. જવાબદાર વ્યક્તિ તરીકે તમારે આ રીતે વાત ન કરવી જોઈએ' સત્યપાલ મલિકે આ નિવેદન હિંસા સબંધી કેટલાક નેતાઓની ટિપ્પણી અંગને સવાલના જવાબમાં આપ્યુ હતું.
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનો કટાક્ષઃ રાહુલ ગાંધીને કાશ્મીર બતાવવા વિમાન મોકલીશું - governor of jammu kashmir
જમ્મુ કાશ્મીરઃ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીરમાં હિંસા થઈ હોવાના સમાચાર અંગે ટિપ્પણી કરી હતીં. આ અંગે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જવાબ આપ્યો હતો. તેમણે કટાક્ષ કરતાં કહ્યુ કે, રાહુલ ગાંધીને કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ જાણવી હોય તે માટે તેઓ વિમાન મોકલશે.
J&Kના રાજ્યપાલ સત્યપાલ મલિકનો કટાક્ષઃ રાહુલ ગાંધીને કાશ્મીર બતાવવા વિમાન મોકલીશું
તેમણે એમ પણ કહ્યુ હતું કે, 370 કલમ રદ કરવા પાછળ કોઈ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી. તેમજ કેટલાક વિદેશ મીડિયા ખોટુ રિપોર્ટીંગ કરી રહ્યા હતાં. અમે તેમને પણ ચેતવણી આપી છે. તેમણે દાવો કર્યો હતો કે, જમ્મુ કાશ્મીરના દરેક દવાખાના ખુલ્લા છે. એક વ્યક્તિને પણ જો ગોળી વાગી હોય તો સાબિત કરી આપો. ચાર યુવાનો હિંસા કરવાની કોશિશ કરી રહ્યા હતાં. તેમને પેલેટથી પગમાં ગોળી મરવામાં આવી હતી. જેમાંથી એકની હાલત પણ ગંભીર નથી.
Last Updated : Aug 13, 2019, 2:11 AM IST