રાજ્યપાલ મલિકે અહીં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશમાં જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે લોકો કહેશે કે, કોંગ્રેસ તો જમ્મુ કાશ્મીરમાં 370ના પક્ષધર હતાં. તે દિવસે દેશની જનતા તેમને ચપ્પલથી મારશે.
3 મહિનામાં જમ્મુ કાશ્મીરમાં યુવાનોને મળશે 50 હજાર નોકરી - જમ્મુ કાશ્મીર
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે હાલમાં જ એક પ્રેસ કોન્ફરંસ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, અમે રાજ્યમાં કોઈ પણ પ્રકારની હિંસા થતી અટકાવી છે. તેમણે દાવો કર્યો હતો કે, પ્રદેશમાંથી 370 હટાવ્યા બાદ કોઈ પણ પ્રકારની ક્યાંય હિંસા થઈ નથી.
નિનલકન
મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારી અમુક સુરક્ષા કર્મીના જવાનો ઘાયલ થયા છે. સરકારે ચૂંટણીને એવા સમયે રાખી છે, કે અહીં કોઈ પણ પ્રકારની મોટી હિંસા થવાની શક્યતા નહોતી. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે, રાજ્યમાં 50 હજાર નોકરીના પદ ખાલી છે. જેને જૂલાઈ સુધીમાં ભરવામાં આવશે. એટલા માટે અમે યુવાનોને જણાવા માગીએ છીએ કે, યુવાનો ધીરજ રાખે. સરકાર તરફથી તેમના માટે 50 હજાર નોકરી આવી રહી છે.