મુંબઈ: આજે ભારતીય સિનેમાના એ મહાનાયકની વરસી છે, જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. સત્યજીત રેએ ભારતીય સિનેમાને વિશ્વમાં આગવી ઓળખ અપાવી હતી.
ઓસ્કાર એકેડેમીએ 1992માં સત્યજીત રેને લાઇફટાઇમ અચિવમેન્ટ ઓસ્કાર એવોર્ડ આપવાની જાહેરાત કરી, પરંતુ ત્યારે રે ખૂબ બીમાર હતા તેમજ હોસ્પિટલમાં દાખલ હતા. આ કારણે અધિકારીઓએ તેઓને ઘરે જઇને જ ઓસ્કર આપવાનું નક્કી કર્યું હતું. તેમણે લગભગ 36 વર્ષની કારકીર્દિમાં ઘણાં રાષ્ટ્રીય પુરસ્કારો અને ટાઇટલ જીત્યા હતા. તેમને દુનિયાના ફિલ્મ નિર્માતા માનવામાં આવે છે. 23 એપ્રિલ 1992માં જ તેમનું નિધન થયું હતું.