નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ 30 જાન્યુઆરીના રોજ પ્લાન તૈયાર કર્યો છે. નાથૂરામ ગોડ્સેએ આ જ દિવસે ગોળી મારીને ગાંધીજીની હત્યા કરી હતી. ગાંધીજીની પુણ્યતિથિ પર દેશની અલગ અલગ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ સત્યાગ્રહ માનવ શ્રૃંખલા બનાવવા નવી દિલ્હી સ્થિત પર રાજઘાટ ખાતે પહોંચ્યાં છે.
60 વિદ્યાર્થી સંગઠનો બનાવશે સત્યાગ્રહ શ્રૃંખલા, રાજઘાટ પર પહોંચ્યાં હજારો યુવાન - મહાત્મા ગાંધી પુણ્યતિથિ
મહાત્મા ગાંધી પુણ્યતિથિ નિમિતે રાષ્ટ્રભરની યુનિવર્સિટીઓના વિદ્યાર્થી સત્યાગ્રહ માનવ શ્રુંખલા બનાવવા દિલ્હી સ્થિત રાજધાટ પર પહોંચ્યાં છે.

વિદ્યાર્થી સંગઠનો બનાવશે સત્યાગ્રહ શ્રૃંખલા
વિરોધ પ્રદર્શનમાં 60થી વધુ વિદ્યાર્થી સંગઠનોએ એક ખાસ કાર્યક્રમને લઇને પહોંચેલા છે. આ સભ્યોમાં એમ્સ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો સામેલ છે. સત્યાગ્રહી મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર જામિયા કોઓર્ડિનેશન કમીટીએ CAA વિરૂદ્ધ જામિયાથી રાજઘાટ સુધી માર્ચનું આયોજન કર્યુ છે.