ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - latest news of saturday zodiac

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : Feb 1, 2020, 6:06 AM IST


મેષ: આજનો દિવસ આપના માટે શુભ નીવડશે. આજે પરિવારના સભ્‍યો, મિત્રો કે સ્‍નેહીઓ સાથે સ્‍નેહમિલન સમારંભમાં જવાનું મળે અને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. કાર્યની નવી શરૂઆત કરવા માટે ઉત્‍સાહ અનુભવાય. તન-મનની સ્‍વસ્‍થતા જળવાશે. પરંતુ અતિ ઉત્‍સાહ આપને હાનિ ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું. ધનપ્રાપ્તિના યોગ હોવાનો સંકેત મળી રહ્યા છે.

વૃષભ: આજે આપનો દિવસ શારીરિક અને માનસિક આંશિક બેચેનીભર્યો હશે. વિવિધ ચિંતાઓનું ભારણ તમને પરેશાન કરી શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ચિંતાથી દૂર રહેવું. આજે આપના ઘરનું વાતાવરણ પણ સહેજ કલુશિત રહે અને કુટુંબના સભ્‍યો સાથે વાત કરવામાં તમારે વધુ સાવચેતી રાખવી પડે. ખર્ચની બાબતમાં પણ પૂર્વાયોજન સાથે આગળ વધવાની સલાહ છે. મહેનત પ્રમાણે સફળતા ઓછી મળ તો નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખવા. માનસિગ ગડમથલની શક્યતા હોવાથી અત્યારે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો.

મિથુન: આપનો આજનો દિવસ વિવિધ લાભોની પ્રાપ્તિ કરાવનાર નીવડે. પરિવારમાં પુત્રો અને પત્‍ની તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેના મિલન મુલાકાત આપને આનંદ આપશે. વેપારી વર્ગને આવકમાં વૃદ્ધિ થાય. નોકરીમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. લગ્‍નોત્‍સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. આનંદદાયક પ્રવાસનું આયોજન થાય. આરોગ્‍ય સારું રહે.

કર્ક: આજે આપના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આપનું દરેક કાર્ય આજે સરળતાભર્યું પાર પડે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્‍યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્‍ય સારું રહે.

સિંહ: સ્‍વભાવમાં ઉગ્રતા અને ક્રોધ ટાળવાની સલાહ છે. આપને કામ કરવામાં મન ના લાગે તો વધુ પડતા પ્રયાસો કરવાના બદલે થોડો આરામ કરી લેવો. વાદવિવાદમાં અહમને અંકુશમાં રાખવો. આરોગ્‍યની કાળજી લેવી પડે. ઉતાવળા નિર્ણયો કે પગલાંથી નુકસાન થવાની સંભાવના છે. નોકરી ધંધાના ક્ષેત્રે અવરોધ આવવાથી ધાર્યું કામ પાર પાડી નહીં શકો. ધાર્મિક યાત્રાનું આયોજન થાય.

કન્યા: આજે ખાવાપીવાની બાબતમાં ખાસ સાચવવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍ય સંભાળવું. મનમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેવાની શક્યા હોવાથી બોલવા પર સંયમ રાખવો. જળાશયથી દૂર રહેવું. અનૈતિક કાર્યો આપને લાલચમાં ફસાવવાનો પ્રયાસ કરશે માટે આવી બાબતોથી દૂર રહેવું સારી સંગત તમને આવી સ્થિતિથી બચાવી શકે છે. જો ગેરકાયદે અથવા સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરશો તો ખર્ચની શક્યતા વધશે.

તુલા: વિજાતીય પાત્રો આજે આપના જીવનમાં છવાયેલા રહેશે. આજે મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે બહાર હરવા ફરવાનું બહાર ભોજન લેવાનું અને પ્રણયપ્રસંગો મનને આનંદ આપશે. પ્રવાસ પર્યટનનો યોગ છે. મનોરંજનના સાધનો તેમજ વસ્‍ત્રાલંકારોની ખરીદી થાય. તન- મનની તંદુરસ્‍તી સારી રહેશે. માન- સન્‍માન મળે. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય.

વૃશ્ચિક: આજના દિવસે કેટલીક અણધારી ઘટનાઓ બનશે. અગાઉ નક્કી કરેલી મુલાકાતો રદ થતાં મનમાં હતાશા અને રોષની લાગણી પેદા થાય, તો બીજી તરફ કેટલાક લોકો સાથે અનઅપેક્ષિત મુલાકાત અને તેનાથી મળતું શુભ ફળ તમને આશ્ચર્યમાં પણ મુકશે. આપના હાથમાં આવેલી તકો સરી જતી રોકવા માટે વ્યૂહાત્મક રીતે નિર્ણય લેવો. પરિવારજનો સાથે મતભેદ ટાળવો. મોસાળપક્ષ તરફથી થોડું સાચવવું પડશે. વિરોધી, પ્રતિસ્‍પર્ધીઓથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે.

ધન: આપનો વર્તમાન દિવસ મિશ્રફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપને પેટને લગતી સમસ્‍યાઓ હોય તેમણે સ્વાસ્થ્યની કાલજી લેવી. સંતાનોનું આરોગ્‍ય અને અભ્‍યાસ અંગેની ચિંતાથી મન વ્‍યગ્ર રહે. કાર્યમાં સફળતામાં વિલંબ થતા ગુસ્‍સાની લાગણી આવી શકે છે માટે તેના પર કાબુ રાખવો. પ્રણય પ્રસંગો સર્જાવા માટે ઉચિત સમય છે. પ્રિયપાત્ર સાથે રોમાંચક ક્ષણોનો આનંદ ઉઠાવી શકશો. સાહિત્‍ય લેખન ક્ષેત્રે રૂચિ રહે. વાટાઘાટો તેમજ બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે.


મકર: આપનો આજનો દિવસ આપના માટે તદ્દન સારો નથી અને સાવ ખરાબ પણ નથી. જો આપ થાક, ચિંતા અને વ્‍યગ્રતા અનુભવો તો મેડિટેશન અને મોજશોખની પ્રવૃત્તિ દ્વારા તમારું મન બીજી દિશામાં વાળી શકો છો. પરિવારમાં તણાવ ટાળવા માટે સમાધાનકારી નીતિ વધારવી પડશે. શરીરમાં સ્‍ફૂર્તિ અને તાજગી વધારવા માટે તમારે પૌષ્ટિક આહાર અને પૂરતા આરામ પર ધ્યાન આપવું પડશે. જાહેરજીવનમાં તમારે સંબંધો સાચવવા માટે થોડી સમાધાનકારી નીતિ પણ રાખવી પડશે.

કુંભ: આજે આપનું મન ચિંતામુક્ત થતાં હળવાશ અનુભવશો, અને આપના ઉત્‍સાહમાં પણ વધારો થશે. વડીલો કે મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો. સ્‍નેહમિલન કે પ્રવાસના માધ્‍યમથી મિત્રો સ્‍વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાનો મોકો મળે. પ્રિયપાત્રનો સહવાસ અને દાંપત્‍યજીવનમાં વધુ ઘનિષ્‍ઠતા અનુભવાશે. આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્‍ઠાના અધિકારી બનશો.

મીન: આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. ક્રોધના કારણે કોઇ સાથે તકરાર કે મનદુ:ખ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. શરીરમાં પણ થોડી સુસ્તિ અને નબળાઈ જેવું લાગશે. આ ઉપરાંત, આંખની કાળજી રાખવી. પરિવારના સભ્‍યો અને સ્‍નેહીજનો સાથે વાતચીત કરવામાં વિનમ્રતા રાખવી. ખોટો ખર્ચ ટાળવાની સલાહ છે. નકારાત્‍મક વિચારો આપના મન પર હાવિ ન થાય તેનું ધ્‍યાન રાખવું. ખાનપાન પર સંયમ રાખવો. એકંદરે આજનો દિવસ સમજી વિચારીને ચાલવા જેવો છે.

ABOUT THE AUTHOR

...view details