મેષ: આજે આપ વિદેશમાં વસતા મિત્રો કે સ્નેહીજનોના સારા સમાચાર મેળવી આનંદ અનુભવી શકશો. જે લોકો વિદેશ જવા માંગે છે તેમના માટે સમય સારો છે. પ્રવાસ કે ધર્મસ્થળની મુલાકાતના યોગ છે. ઓફિસમાં કામનું પ્રમાણ વધારે રહેશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરશે.
વૃષભ: આજે આપ વિદેશમાં વસતા મિત્રો કે સ્નેહીજનોના સારા સમાચાર મેળવી આનંદ અનુભવી શકશો. જે લોકો વિદેશ જવા માંગે છે તેમના માટે સમય સારો છે. પ્રવાસ કે ધર્મસ્થળની મુલાકાતના યોગ છે. ઓફિસમાં કામનું પ્રમાણ વધારે રહેશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરશે.
મિથુન: ગુસ્સાની લાગણી આપને નુકસાન પહોંચાડી શકે છે માટે ગુસ્સો પી જવો અને દરેકની સાથે સુમેળભર્યું વર્તન રાખવું. બીમાર વ્યક્તિઓએ નવી સારવાર કે ઓપરેશન ન કરાવવું. ખોટા કાર્યોથી દૂર રહેવું. ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ નિવારી શકશો. ખર્ચનું પ્રમાણ વધે. આરોગ્યની કાળજી લેવાની સલાહ છે. માનસિક રીતે શાંતિ અને ખુશી મળે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. મંત્રજાપ અને પૂજા ભક્તિ આપના મનને શાંતિ આપશે.
કર્ક: આજનો દિવસ મનોરંજન અને મોજમસ્તીમાં પસાર થશે. આપ પરિવારજનો કે મિત્રો સાથે ફરવા કે ફિલ્મ જોવા જાવ તેવી શક્યતા છે. આપ સારું ભોજન માણો, સુંદર વસ્ત્રપરિધાન અને અલંકારો કે નવું વાહન ખરીદો તેવા પણ યોગ છે. સમાજમાં આપની પ્રતિષ્ઠા વધશે. વેપાર કે વ્યવસાયમાં ભાગીદારીથી લાભ મેળવી શકશો. વિજાતીય વ્યક્તિઓથી આકર્ષણ અનુભવાય. પ્રેમના માર્ગે આગળ વધી રહેલા પ્રેમીજનોને સફળતા મળશે.
સિંહ: આજે મનમાંથી વધુ પડતા વિચારો, કોઈના પ્રત્યે આશંકા અથવા આત્મવિશ્વાસના અભાવને દૂર રાખીને ખુશ, સ્ફૂર્તિલા અને મહત્વાકાંક્ષી બનવાની સલાહ છે. રોજિંદા કાર્યોમાં વિલંબ થઈ શકે છે પરંતુ તે પૂર્ણ થવાની શક્યતા ચોક્કસ છે. ઈચ્છિત ફળ માટે થોડો પરિશ્રમ વધારવો પડે. નોકરીમાં સંભાળીને રહેવું. સાથીઓનો સહકાર ઓછો મળે. મોસાળપક્ષ બાબતે આજે તમારે વધુ ધ્યાન આપવું પડશે. શત્રુઓ આપની સામે માથુ ઉંચકવાનો પ્રયાસ કરશે પરંતુ ફાવશે નહીં. ઉચ્ચ હોદ્દેદારો સાથે ઘર્ષણ ટાળવાની સલાહ છે.
કન્યા: આજના દિવસમાં મનમાં કોઈ સામાન્ય બાબતે ચિંતા થઈ શકે છે. નાની-નાની વાતો પર વધુ પડતા લાગણીશીલ થવું નહીં. પેટની સમસ્યાઓથી બચવા માટે ભોજન સમયસર લેવું અને અતિશય ભોજન ટાળવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં ઈચ્છિત સફળતા માટે મહેનત વધારવી પડશે. ઓચિંતો ધન ખર્ચ આવી પડે. બૌદ્ધિક ચર્ચાઓ અને વાટાઘાટોમાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. પ્રિયજન સાથે મેળાપ થાય. વિજાતીય આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.