મેષ: આપનો આજનો દિવસ ગૃહસ્થ અને દાંપત્યજીવન માટે ખૂબ સારો છે. જીવનસાથી સાથે સારી રીતે સમય પસાર કરી શકો અને પ્રેમનો સુખદ અનુભવ માણી શકો. આર્થિક લાભ અને પ્રવાસની શક્યતા છે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની લાગણી ઓછી રાખશો તો ઘણા લોકો સામે ચાલીને તમને સહકાર આપશે. આજે આપ જાહેરક્ષેત્રના કાર્યોમાં જોડાઓ અને તેમાં તમારા કામની પ્રશંસા થાય. શક્ય હોય તો વાદવિવાદ ટાળવો. વાહનસુખ સારું રહે.
વૃષભ: આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો નીવડે. આજે આપનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. તેથી સમગ્ર દિવસ આપ આનંદ અને પ્રફુલ્લિતતા સાથે પસાર કરો. આજે આપના કાર્યો આયોજનબદ્ધ પાર પડે. નાણાંકીય લાભની શક્યતા રહે. મોસાળ પક્ષને કોઇ સારા સમાચાર મળે અથવા તો તેનાથી લાભ થાય. બીમાર વ્યક્તિનું આરોગ્ય સુધરે. આપના કોઇ અટવાઇ ગયેલા કાર્યો પૂર્ણ થાય.
મિથુન: આજે સંતાનો અને જીવનસાથીના આરોગ્ય વિશે વધુ કાળજી લેવી પડશે. વાદવિવાદ કે ચર્ચાઓમાં ઊંડા ન ઉતરવું આપના હિતમાં રહેશે. સ્વમાનભંગ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચની શક્યતા છે. પેટને લગતી બીમારીઓ હોય તેમણે માફક ના આવે તેવા ભોજનથી દૂર રહેવું. નવા કાર્યની શરૂઆત અને પ્રવાસ મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
કર્ક: આજે આપનું મન થોડી ચિંતાથી ઘેરાયેલું રહે માટે વધુ પડતા અથવા બિનજરૂરી વિચારોથી દૂર રહેવું. આજે પ્રફુલ્લિતતા, સ્ફૂર્તિ અને આનંદ જાળવવા માટે સહકર્મીઓ અને પરિવાર સાથે થોડી મજાક-મસ્તી પણ કરવાની સલાહ છે. કુટુંબના સગાંસ્નેહીઓ તેમજ નિકટના સ્વજનો સાથે તકરાર ટાળીને દરેકને આદર આપવાની તેમજ સુલેહ જાળવવાની સલાહ છે. વિજાતીય પાત્ર સાથે કોઇક કારણસર વાંકુ પડે તો શાંતિથી ચર્ચા કરીને સ્થિતિ થાળે પાડવી. છાતીને લગતા રોગ હોય તેવા જાતકોએ અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું.
સિંહ: આપનો આજનો દિવસ સુખશાંતિથી પસાર થશે. આપ આપના સહોદરોથી વધુ નિકટતા અનુભવશો અને તેમનો સંપૂર્ણ સાથ સહકાર તમને મળી રહેશે. આરોગ્ય સારું રહેશે. મિત્રો, સ્વજનો સાથે રમણીય પર્યટન સ્થળનો પ્રવાસ થાય. આજે આપ લાગણીભર્યા સંબંધોની ગહનતા સમજી શકશો. પ્રેયસી સાથેની રોમાંચક મુલાકાતથી આપનું મન ખુશ થઇ જશે. માનસિક રીતે પણ ચિંતારહિત હશો. દરેક કાર્યમાં સફળતા મળવાનો યોગ છે.
કન્યા: પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વાણીની મીઠાશથી આપ ધાર્યું કામ કઢાવી શકશો. આરોગ્ય સારું રહેશે. બૌદ્ધિક ચર્ચાઓ થાય પરંતુ વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. મિષ્ટાન્ન ભોજન મળે. પ્રવાસની શક્યતા છે. ખોટો ખર્ચ ન થાય તેનાથી સંભાળવું. વિદ્યાર્થીઓ માટે થોડો કપરો સમય રહેશે.