કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ ઓડિશા આવનારા ધર્મેન્દ્ર પ્રધાન અને સાંરગીના સમ્માનમાં શનિવારે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પક્ષે તેમનું અભિવાદન કર્યું હતું.
ચા વાળો વડાપ્રધાન અને છાપા ફેંકનારો અધ્યક્ષ, માત્ર ભાજપમાં જ બધાને તક મળે છેઃ સારંગી - odisa
ભુવનેશ્વર: કેન્દ્રીય પ્રધાન પ્રતાપ સારંગીએ ભાજપાના ભરપુર વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે, ભાજપા પક્ષ જ એવો છે કે, જ્યાં ચા બનાવનાર વડાપ્રધાન બની શકે છે, ન્યુઝ પેપર ફેંકનારા પક્ષના અધ્યક્ષ અને ઝુંપડીમાં રહેનાર પ્રધાન બની શકે છે. આ પક્ષ જ એવો છે જ્યાં બધાને સરખી તક મળે છે.
ભાજપામાં ચા વાળો વડાપ્રધાન અને ન્યુઝ પેપરવાળો પક્ષ અઘ્યક્ષ છે: સારંગી
સાંરગીએ સમારોહમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદની સાથે તેમને મોટી જવાબદારી સોંપી છે અને તેમના પર વિશ્નાસ પણ મુક્યો છે.