નવી દિલ્હીઃ પૂર્વ પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીનું અવસાન - Died in fortis hospital
નવી દિલ્હીઃ સાંસદ હુમલાનાં આરોપમાં નિર્દોષ સાબિત થયેલા પૂર્વ પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીનું અવસાન થયું. એસ.એ.આર. ગિલાની દિલ્હીના નહેરુ પ્લેસ મેટ્રો સ્ટેશનમાં આવેલા જીમમાં કસરત કરી રહ્યા હતા, ત્યારે બપોરે પાંચ વાગ્યે તેમની તબીયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
![નવી દિલ્હીઃ પૂર્વ પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીનું અવસાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4864340-thumbnail-3x2-final.jpg)
શહેરના નહેરૂ પ્લેસ મેટ્રો સ્ટેશનના પરિસરમાં આવેલા જિમમાં એસ આર ગિલાની કસરત કરી રહ્યા હતા, લગભગ 5 વાગ્યે અચાનક એમની તબીયત ખરાબ થઈ હતી માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસને જાણ થતા ગિલાનીને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યો આ સમાચાર સાંભળી હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. પરિવારના સભ્યોએ તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી હતી, પરંતુ પોલીસે તેમના પરિવારને મહા મુશ્કેલીથી પોસ્ટમોર્ટમ કરાવવા માટે સમજાવ્યો હતો. લગભગ સાડા બાર વાગ્યે, પોલીસ ગિલાનીના મૃતદેહને ફોર્ટિસ હોસ્પિટલથી એઈમ્સ લાવ્યા હતા, જ્યાં શનીવાર સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.