ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સપના ચૌધરીએ એવોર્ડ વાપસી ગેંગ પર નિશાન સાધ્યું - Controvercy

મુંબઇ: પોતાના ડાન્સથી સૌને દીવાના કરનારી મશહુર સિંગર અને ડાંસર સપના ચૌધરી કરોડો લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી ચૂકી છે. BJPના સદસ્યતા અભિયાનમાં જોડાયા બાદ તે BJPમાં જોડાઇ ગઇ છે, સોમવારે મીડિયાના સવાલના જવાબો આપતા સમયે સપના ચૌધરી એવોર્ડ વાપસી ગેંગ પર ભડકી ગઇ.

gang

By

Published : Jul 10, 2019, 12:45 AM IST

Updated : Jul 10, 2019, 7:48 PM IST

મીડિયા દ્વારા જ્યારે તેને એવોર્ડ વાપસી ગેંગથી જોડાયેલા સવાલ કરવામાં આવ્યો તે દરમિયાન તેણે કહ્યું એવોર્ડ વાપસી ગેંગ સંપુર્ણ ભારતને બદનામ કરી રહી છે. વડાપ્રધાનની નિતીઓ પર સવાલ કરવા તે મારા ખ્યાલથી ખોટું છે.

આગળ તેણે જણાવ્યું, એવોર્ડ વાપસી ગેંગ સંપૂર્ણ ભારતને ખરાબ કરવા ઇચ્છે છે. હું તો મારી ઇચ્છાથી BJPમાં જોડાઇ છુ, અને મને કોઇનાથી ડરવાની જરુરત પણ નથી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જવાહરલાલ સ્ટેજડિયમમાં સપના ચૌધરીએ BJP સદસ્યતા લીધી છે. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ, ડો. હર્ષવર્ધન અને મનોજ તિવારી જેવા પાર્ટીના ઘણા મોટા નેતા હાજર રહ્યા હતા.

Last Updated : Jul 10, 2019, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details