હરિયાણાનાજાણીતાડાન્સરસપના ચૌધરી કોંગ્રેસમાં જોડાયા હોવાના સમાચારોએ રાજકારણમાં ગરમાવો ફેલાવ્યો હતો, પરંતુ રવિવારે સપનાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી હતી કે, હું કોંગ્રેસમાં નથી જોડાઇ અને આગળ જતા પણ હું કોઇ પાર્ટીમાં નહીં જોડાઉ. તો બીજી તરફ કોંગ્રેસે સપનાના પાર્ટીમાં જોડાવા અંગે પુરાવા રજુ કર્યા હતા.આ વાતનાજવાબમાં સપનાએ સોમવારે BJPના નેતા મનોજ તિવારી સાથેના ફોટો શેર કર્યા હતા, જેના કારણે રાજકારણમાં ફરી સપના BJPમાં જોડાય તેવી અફવાઓએ જોર પકડ્યું છે.
શું મનોજ તિવારી સાથે નાસ્તા બાદ સપનાએ કોંગ્રેસમાંથી કરી પીછેહટ? - BJP
ન્યૂઝ ડેસ્ક: ડાન્સર સપના ચૌધરીના કોંગ્રેસમાં જોડાવા અંગેનો કોયડો વધારે ગુંચવાઇ રહ્યો છે. રવિવારે સપનાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસમાં જોડાવાની વાતનું ખંડન કર્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસે સપનાના પાર્ટીમાં જોડાયા સમયના ફોટો શેર કરી પુરાવા આપ્યા હતા.
સોમવારે સપના ચૌધરીએ મનોજ તિવારી સાથે નાસ્તો કરતો એક ફોટો શેર કર્યો છે. મળતી માહિતી અનુસાર, આ ફોટો રવિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ પહેલાનો છે. મહત્વનું છે કે, સપના ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સમાં આ ફોટો અંગે સ્પષ્ટતા કરી હતી કે, હા મે મનોજ તિવારી સાથે મુલાકાત કરી છે અને હું BJPના સંપર્કમાં પણ છું.
પ્રાપ્ત માહિતી મુજબ,BJPએ સપના ચૌધરીને પાર્ટીમાં જોડાવા માટે મોટી ઓફરી કરી હોય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ડાન્સર સપના ચૌધરીના ફેન્સ-ફોલોઅર્સની સંખ્યા ખૂબ જ વધારે છે. આ વાતનેધ્યાનમાં રાખીને BJP અને કોંગ્રેસ સપનાને પોતાની પાર્ટીમાં ખેંચવા અલગ અલગ દાવ રમી રહ્યા છે.