મુંબઇ: લોકડાઉનના દિવસોમાં એક તરફ, જ્યાં બોલીવુડના બધા સ્ટાર્સ ઘરે છે અને તેમના સમયનો સદઉપયોગ કરી રહ્યા છે. ત્યાં અભિનેત્રી સાન્યા મલ્હોત્રા સાથે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે તેને તાત્કાલિક હોસ્પિટલાં ખાતે ખસેડવામાં આવી હતી.
અભિનેત્રી સાન્યા મલ્હોત્રા સાથે સર્જાયો ગંભીર અકસ્માત, ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી - મુંબઇ ન્યુઝ
દંગલ' ફેમ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાને લોકડાઉન દરમિયાન આંગળીની સર્જરી કરાવવી પડી હતી. અહેવાલો અનુસાર 14 મેના રોજ રસોડામાં કામ કરતી વખતે તેની આંગળીને ગંભીર ઇજા પહોંચી હતી. અભિનેત્રીએ પણ આ વિશેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
અભિનેત્રી સાન્યા મલ્હોત્રા સાથે ગંભીર અકસ્માત સર્જાયો, ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રસોડામાં ચટણી બનાવતી વખતે તેને આંગળી પર ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના 14 મેના રોજ બની હતી. બ્લેન્ડરનો ઉપયોગ કરતી વખતે તેના હાથની નાની આંગળીને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઈજાને કારણે તેને આંગળીની સર્જરી કરાવવી પડી હતી. આ માહિતી તેમણે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર આપી હતી.
સાન્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં એકમાં તેની જમણા હાથની આંગળી પર પાટો બાંધ્યો છે.