આપ સાસંદ સંજય સિંહ કહ્યું કે, કેજરીવાલ સરકાર શિક્ષણ, હોસ્પિટલ, પાણી માટે કામ કર્યું છે. વૃદ્ધોને તીર્થયાત્રા કરાવી છે. બાળકો માટે આધુનિક શાળાઓ બનાવી છે. મહોલ્લા ક્લીનિક બનાવ્યા છે. જે શહીદોએ 1 કરોડની રૂપિયા આપે છે, તે કેજરીવાલ આતંકવાદી છે. સંજય સિંહે કહ્યું કે, આ 2 કરોડ દિલ્લીના લોકોનું અપમાન છે. દિલ્હીના પુત્ર બનીને કેજરીવાલે 5 વર્ષથી કામ કરી રહ્યાં છે.
Exclusive: કેજરીવાલને આતંકવાદી કહેવું તે દિલ્હીના 2 કરોડ લોકોનું અપમાન: સંજય સિંહ - દિલ્હી ચૂંટણી ન્યૂઝ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના જ દિવસો બાકી છે. તેવા સમયે રાજકીય પાર્ટીઓનો પ્રચાર પડઘમ જોરશોરથી ચાલી રહ્યોં છે. ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે, કેજરીવાલ આતંકવાદી છે. જે બાદ AAP (આમ આદમી પાર્ટી) ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ મામલે AAP સાંસદ સંજય સિંહ ચૂંટણી પંચમાં ફરિયાદ માટે પહોંચ્યા છે. ETV ભારતે સંજય સિંહ ખાસ વાતચીત કરી હતી.
કેજરીવાલ
ભાજપના નેતા તરૂણ ચુગે શાહીન બાગમાં પ્રદર્શનની સરખામણી કરી છે. આ અંગે સંજય સિંહનું કહેવું છે કે, ભાજનપની પાસે કોઇ રોડ મેપ નથી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેનું પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.