ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમિત શાહ દિલ્હીનું વાતાવરણ બગાડી રહ્યા છે: સંજય સિંહ - આમ આદમી પાર્ટી

દિલ્હી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી એક-બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. જેમાં શુક્રવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરેન્સ કરીને અમિત શાહ પર આરોપ લગાવ્યો કે, 2 ફેબ્રુઆરીએ અમિત શાહના કહેવા પર ભાજપ શાહીન બાગ અને જામિયા વિસ્તારમાં હંગામો કરી શકે છે.

ETV BHARAT
AAPની પ્રેસ કોન્ફરન્સ

By

Published : Jan 31, 2020, 5:39 PM IST

Updated : Jan 31, 2020, 9:07 PM IST

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પાર્ટી કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડશે. જેથી દિલ્હીનું વાતાવરણ બગાડવા માટે ભાજપ ષડયંત્ર રચી શકે છે.

AAPની પ્રેસ કોન્ફરન્સ

ચૂંટણી પહેલાં ભાજપ હિંસા કરી શકે છે
સંજય સિંહે આરોપ લગાવ્યો કે, અમિત શાહના કહેવા પર ભાજપ ચૂંટણી અગાઉ હિંસા કરી શકે છે. કારણ કે, ભાજપના નેતાઓ ભડકાવ નિવેદન આપી રહ્યા છે અને ટોચના નેતાઓ તેમના પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. જેથી ભાજપ ચૂંટણી પહેલાં જામિયા વિસ્તાર અને શાહીન બાગમાં હિંસા કરી શકે છે.

સોશિયલ મીડિયામાં મેસેજ ફેલાવવામાં આવે છે
સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે. જેમાં 2 ફેબ્રુઆરીએ હિંસા કરીને ચૂંટણી સ્થગિત કરવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે, ભાજપ જાણે છે કે, તે આ વખતે પણ ચૂંટણીમાં હારવાની છે.

Last Updated : Jan 31, 2020, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details