નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં સંજય સિંહે યોગી આદિત્યનાથનાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. તેમજ તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટે પણ અપીલ કરી હતી. સંજય સિંહે જણાવ્યું કે, ભાજપ પાસે કોઈ મુદ્દો કે ચહેરા નથી, એટલે હવે તે ઉશ્કેરણીજનક ભાષણોનો સહારો લઈ રહી છે.
યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચારને અટકાવવા AAPની માગ, કહ્યુંઃ હિંસાત્મક ભાષણો આપે છે UPના CM યોગી સામે FIR દાખલ કરવા કરી માગ
ઉલ્લેખનીય છે કે, શનિવારથી યોગી આદિત્યનાથ દિલ્હીમાં જાહેરસભા સંબોધી રહ્યા છે. એક જાહેર સભામાં યોગી આદિત્યનાથે એટલે સુધી કહી દીધું કે, 'બોલી સે નહી તો ગોલી સે માન જાયેંગે'. આ નિવેદનની આમ આદમી પાર્ટી દ્વારા કડક શબ્દોમાં વખોડવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ આદિત્યનાથનાં કેમ્પેઈન પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. તેમજ યોગી આદિત્યનાથ સામે FIR નોંધવામાં આવે.
EC ઓફિસની બાહર ધરણાં કરવામાં આવશે
સંજય સિંહે કહ્યું કે, અમે ચૂંટણી પંચને મળવા માટે સમય માંગ્યો છે, પરંતુ હજૂ સુધી ચૂંટણી પંચ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. જો ચૂંટણી પંચ સોમવાર બપોરના 12 વાગ્યા સુધી બેઠક માટેનો સમય નહીં આપે, તો બપોર 12 વાગ્યાથી પાર્ટીના નેતાઓ ચૂંટણી પંચની કચેરી પછી ધરણાં કરશે. ભાજપ હારની આશાએ દિલ્હીના વાતાવરણમાં ખળભળાટ મચાવતાં ચૂંટણી મુલતવી રાખવા માગે છે.
સંજયસિંહે પત્ર દર્શાવતા કહ્યું કે, જે ચૂંટણી પક્ષને અભિયાન પ્રતિબંધ અને પક્ષ વતી યોગી આદિત્યનાથની FRIની માગ સાથે લખવામાં આવ્યો છે.
પોલીસનાં હાથ બંધાયેલા છે
સંજય સિંહે કહ્યું કે, જે રીતે તબક્કાવાર પહેલા ભાજપનાં કેન્દ્રીય પ્રધાન વિવાદાસ્પદ ભાષણો આપ્યા હતા. જે બાદ બંદૂક કલ્ચરના લોકો સામે આવ્યા છે. લોકો બંદુક સાથે ખુલ્લેઆમ દિલ્હીના રસ્તા નિકળે છે. આ લોતકો નિડર રીતે ગોળીઓ ચલાવી રહ્યા છે. પોલીસ પ્રેક્ષક બની જોતી રહે છે. આ ઘટના બાદ હવે ભાજપ નેતાઓ આવા નિવેદનો આપી રહ્યા છે.
સંજય સિંહે ગૃહ પ્રધાન પર પોલીસને કાર્યવાહી કરતા રોકવાનો આરોપ લગાવ્યો છે.