સંજય રાઉતે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરતા કહ્યું કે, મંદિર નિર્માણ માટે યોગ્ય સમય આવી ગયો છે. PM મોદી અને યોગી આદિત્યાનાથના નેતૃત્વમાં રામમંદિરનું નિર્માણ શરૂ થશે. આ કોઇ ક્રેડિટ કાર્ડ લેવા માટેની લડાઇ નથી, દેશની જનતાએ મોદીને ચૂંટ્યા છે, અમે તેમની જ વાત માનીશું, તેઓ અમારા માટે સુપ્રીમ કોર્ટ છે.
રામ મંદિર પર બોલ્યા સંજય રાઉત, કહ્યું- અમારા માટે મોદી જ સુપ્રીમ કોર્ટ - Supreme courte
લખનૌઃ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, દેશની જનતાએ PM મોદીને પૂર્ણ બહુમત સાથે જીત અપાવી છે, માટે અમારા માટે PM મોદી જ સુપ્રીમ કોર્ટ છે.
courte
તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામમંદિર બનીને જ રહેશે, કારણ કે ભાજપ વારંવાર મંદિરના નામે મત નથી માંગી શકતી.
રાઉતે જણાવ્યું કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 16 જુનના રોજ પોતાના સાંસદ સાથે આયોધ્યા આવી રામ ભગવાનના દર્શન કરશે. તેમણે જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં NDAને મોટી જીત હાંસલ થઇ છે. આ જીત રામ ભગવાનના આશીર્વાદથી જ પ્રાપ્ત થઇ છે. તે માટે ભગવાનનો આભાર માનવા ઉદ્ધ ઠાકરે તેમના સાંસદો સાથે રામ ભગવાનના દર્શન કરવા જઇ રહ્યા છે.