રાજ્યસભા સભ્ય રાઉતે માર્ટિન લૂથ કિંગના શબ્દોને વાગોળતા ટ્વિટ કર્યુ કે, જે દેશમાં ધાર્મિક બાબતોનો રાજકીય રીતે હલ થઇ જતો હોય, તે મહાન બની જાય છે. પરંતુ, જો રાજનીતિ ધાર્મિક સમસ્યાઓ ઉત્પન્ન કરે તો સમજવુ જોઇએ કે ખોટા લોકો દેશને ચલાવી રહ્યાં છે.
રાઉતનો ભાજપ પર આક્ષેપ, કહ્યું-ખોટા લોકો દેશ ચલાવી રહ્યા છે - સંશોધિત નાગરિકતા કાનૂન
મુંબઇ : શિવસેના નેતા સંજય રાઉતે સંશોધન નાગરિકતા કાયદા વિરૂદ્ધ પ્રદર્શનોને લઇને ભાજપ પર આકરા પ્રહારો કરતા દિવંગત અમેરિકી નેતા માર્ટિન લૂથર કિંગના શબ્દોની વાત કરી હતી.
રાઉતનો ભાજપ પર આક્ષેપ, કહ્યુ-ખોટા લોકો દેશ ચલાવી રહ્યા છે
ઉલ્લેખનિય છે કે સંશોધિત નાગરિકતા કાનૂન વિરૂદ્ધ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસ સહીત વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રની ભાજપ સરકાર પર દેશના ધર્મના નામે વહેંચવાનો આરોપ લગાવી રહી છે.