મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને બેઠકો શરૂ થઇ ગઇ છે. મુંબઇમાં NCPની કોર કમિટીની બેઠક શરૂ થઇ ગઇ છે તો આ સાથે જ શિવસેનાના ધારાસભ્યોની બેઠક કરી રહી છે. બીજી બાજૂ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ શરૂ થઇ ગઇ છે. તમામ નેતાઓ આ બેઠકમાં પહોંચી રહ્યા છે.
સંજય રાઉતે યોજી પત્રકાર પરિષદ, ભાજપ પર કર્યા આકરા પ્રહાર - NCPની કોર કમિટી
ન્યૂઝ ડેસ્ક: સંજય રાઉતે સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષને લઇ વાત કરી હતી. તેમણે બન્ને પાર્ટી વચ્ચે ગઠબંધન તૂટવાનો કારણ ભાજપ છે, તેવું જણાવ્યું હતું. રાઉતે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં સોમવારે જે પરિસ્થિતિ બની છે, તેનો જવાબદાર ફક્ત ભાજપ સરકાર છે. ભાજપનો અંહકાર છે કે, તે વિપક્ષમાં બેસવા માગ છે. ભાજપ સોમવારે વિપક્ષ સાથે બેઠક માટે તૈયાર છે, પરતું સરકાર રચવા માટે તૈયાર નથી.
file photo
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહારાષ્ટ્રને લઇ ચર્ચા થઇ શકે છે. જયપુરમાં ધારાસભ્યો સાથે બેઠક કરવા બાદ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન પણ પહોંચ્યા હતા.