શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, અંડરવર્લ્ડ નક્કી કરતું હતું કે, મુંબઇ પોલીસનો કમિશ્નર કોન બનશે? મંત્રાલય કોને આપવામાં આવશે?
શિવસેના સાંસદ સંજય રાઉતનો ઘટસ્ફોટ, ' ઈન્દિરા ગાંધીએ ગેંગસ્ટર કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી' - અંડરવર્લ્ડ ન્યૂઝ
પુણે: શિવસેના સાંસદ સંજય રાઉતે બુધવારે દાવો કર્યો કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ મુંબઈમાં ડોન કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે, કરીમ લાલા, મસ્તાન મિર્ઝા ઉર્ફ હાઝી મસ્તાન અને વરદરાજન મુદલિયાદ મુંબઇના ટોપ માફિયાઓના ડોનમાંથી એક હતા. જે 1960થી 1980ના દશક સુધી સક્રિય રહ્યાં હતાં.
![શિવસેના સાંસદ સંજય રાઉતનો ઘટસ્ફોટ, ' ઈન્દિરા ગાંધીએ ગેંગસ્ટર કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી' sanjay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5727834-thumbnail-3x2-sanjay.jpg)
રાઉતે દાવો કર્યો કે, હાઝી મસ્તાનના મંત્રાલયમાં આવવાથી સમગ્ર મંત્રાલય તેને જોવા માટે નીચે આવી જતો હતો. ઈન્દિરા ગાંધીએ દક્ષિણ મુંબઇમાં કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, રાઉતની પાર્ટી શિવસેનાએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધનથી સરકાર બનાવી છે.
રાઉતે મુંબઇમાં અંડરવર્લ્ડના દિવસોને યાદ કરતા કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમ, છોટા શકિલ અને શરદ શેટ્ટી જેવા ગેંગસ્ટર મહાનગર અને નજીકના વિસ્તારોને નિયંત્રણમાં રાખતા હતા. રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું કે, અંડરવર્લ્ડના દિવસો હતા, ત્યારે બધા ડોન દેશ છોડીને ભાગી ગયા હતા. હવે આવું કંઇ નથી થઇ રહ્યું. ઈબ્રાહિમ સહિતના ઘણા ગેંગસ્ટર્સની તસ્વીર લીધી હતી.