ઉદ્ઘવ ઠાકરેના નેતૃત્વવાળો પક્ષ એક પછી એક મુખ્યપ્રધાન પદ અને સત્તાની વહેંચણીમાં 50-50ના ફોર્મ્યુલા પર ભાર આપી રહ્યા છે. પરંતુ, ભાજપ આ માંગણીને નકારી દીધી છે. આ બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રની કુંડલી તેમના પક્ષના હાથમાં છે.
મહારાષ્ટ્રની કુંડલી અમે બનાવીશુઃ શિવસેના - MAHARASHTRA NEWS
મુંબઈઃ ભાજપ-શિવસેના વચ્ચે સરકાર બનાવવા અંગે ખેંચતાણ ચાલુ છે. દેવેન્દ્ર ફડવણીસે ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા પછી કહ્યું ભાજપ-શિવસેના એક થઈને સરકાર બનાવશે. બીજી તરફ શિવસેના પોતાની માંગણી પર અડગ છે.
રાઉતે કહ્યું, મહારાષ્ટ્રની કુંડલી તો અમે બનાવીશું. કુંડલીમાં કયો ગ્રહ રાખવો છે અને કયો તારો જમીન પર ઉતારવો છે, કયા તારાને ચમકાવવો છે, તેની સંપૂર્ણ તાકાત શિવસેના પાસે છે. રાઉતે વધુમાં કહ્યું કે જેની પાસે બહુમત છે તે મુખ્યપ્રધાન હોઈ શકે છે. જેની પાસે 145નો આંકડો હોય તેના મુખ્યપ્રધાન હોઇ શકે છે. કોઈ પણ નેતા કે ધારાસભ્ય મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બની શકે છે. રાજ્યપાલ એમને જ બોલાવશે જેમની પાસે 145નો આંકડો હશે કે પછી સૌથી મોટી પાર્ટી હશે. જો કે, તેમને સંસદમાં બહુમત સાબિત કરવો પડશે.