અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ શિવસેના નેતા સંજય રાઉતને અમદાવાદની તુલના મીની પાકિસ્તાન સાથે કરનારા નિવેદનની નિંદા કરી છે અને તેને ગુજરાતને બદનામ કરનારું નિવેદન ગણાવ્યું છે. ભાજપે કહ્યું કે, રાઉતે ગુજરાત અને અમદાવાદના લોકોની માફી માગવી જોઇએ.
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ રવિવારે કહ્યું કે, શિવસેના નેતાએ અમદાવાદને મીની પાકિસ્તાન કહીને ગુજરાતનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે, રાઉતે ગુજરાતના લોકોની માફી માગવી જોઇએ.
પંડ્યાએ કહ્યું કે, શિવસેનાએ ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતના નેતાઓને ઇર્ષ્યા, ધૃણા અને દ્વેષની ભાવનાથી નિશાના પર લાવવું બંધ કરવું જોઇએ.