મુંબઇ: સંજય રાઉત અને કંગના રનૌત વચ્ચે વિવાદ સર્જાયો છે. કંગનાએ મુંબઇ પોલીસ વિશે નિવેદન આપ્યું હતું. જે બાદ સંજય રાઉતે તેને વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન અપશબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો, જે બાદ વિવાદ સર્જાયો હતો.
સંજય રાઉત બન્યા શિવસેનાના મુખ્ય પ્રવક્તા
સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં અભિનેત્રી કંગના રનૌત સાથે સર્જાયેલા વિવાદ બાદ સાંસદ સંજય રાઉતને પાર્ટીમાં પ્રમોશન મળ્યું છે. શિવસેનાએ સંજય રાઉતને ફરી પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે. સાંસદ સંજય રાઉત સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનોથી ચર્ચામાં રહે છે.
સંજય રાઉત
સંજય રાઉત સિવાય શિવસેનાએ અન્ય નેતાઓને પણ પ્રવક્તા બનાવ્યા છે. જેમાં લોકસભા સાસંદ અરવિંદ સાવંત, ધૈર્યશીલ માને, રાજ્યસભા સાસંદ પ્રિયંકા ચતુર્વેદી, મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન ઉદય સામંત, અનિલ પરબ, ગુલાબરાવ પાટિલ, સુનીલ પ્રભુ,પ્રતાપ સારનાયક અને કિશોરીને પ્રવક્તા તરીકે નિમુણક કર્યા છે.