ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સત્યપાલ મલિક છે પીએમ મોદીના ચમચા: સંજય નિરૂપમ - congress

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર ટિપ્પણી કરવામાં આવી હતી. રાજીવ ગાંધી પર કરવામાં આવેલી આ ટિપ્પણી પર કોંગ્રેસ નેતા સંજય નિરુપમે પ્રત્યુત્તર આપ્યો છે. તેમણે જણાવ્યું કે, સત્યપાલ મલિક એ પીએમ મોદીના ચમચા છે.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમ

By

Published : May 11, 2019, 2:00 PM IST

Updated : May 11, 2019, 4:00 PM IST

નિરુપમે રાજ્યપાલ સત્યપાલ મલિક પર કટાક્ષ કરતા કહ્યું કે, અમારા દેશમાં જેટલા પણ રાજ્યપાલ હોય છે, તેઓ સરકારના ચમચા હોય છે. સત્યપાલ મલિક પણ ચમચા જ છે.

વધુમાં નિરુપમે કહ્યું કે, રાજીવ ગાંધીને કોર્ટે બોફોર્સ મામલામાં ક્લીન ચિટ આપી હતી. અરૂણ જેટલી પણ એ ક્લીન ચિટ દેનારાઓમાંના એક હતા.જ્યારે પીએમએ રાજીવ ગાંધીને 'ભ્રષ્ટ્રાચારી નં-1' કહ્યું, ત્યારે તેઓના ઘણી ટીકા થઈ હતી કે તેઓ હવે આ પ્રકારનું કંઈ પણ કરશે નહીં.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે આપ્યો પ્રત્યુત્તર

કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે, એવું લાગી રહ્યું છે કે, સત્યપાલ મલિક, મોદીજીની ચાપલૂસી કરી રહ્યાં છે, ચમચાગીરી કરી રહ્યાં છે. આ પાછળનું મુખ્ય કારણ તેમની ખુરશી બચી શકે તે છે. રાજ્યપાલોએ પ્રતિષ્ઠા જાળવી રાખવી જોઈએ.

Last Updated : May 11, 2019, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details