- પૂર્વ મુખિયા સંજય વર્માની ગોળીમારીને હત્યા
- સારવાર દરમિયાન મોત
- તેઓ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા
પટના : પટનામાં સવારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ સંજય વર્માની ગોળી મારીને હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ પૂર્વ મુખિયા સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે આરોપીઓએ તેમને સવારે પાંચ વાગ્યે ગોળી મારી દીધી હતી. હુમલો થયા બાદ બાઇક સવાર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ગોળીમારીને હત્યા કરાઇ
આ અંગેની જાણ પરિવારજનોને થતાં જ હંગામો મચ્યો હતો. તાત્કાલિક ઇજાગ્રસ્ત સંજય વર્માને દુલ્હિન બજાર પ્રાથમિક સ્વાસ્થ્યમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની ગંભીર હાલત જોતા પીએમસીએચ રેફર કરવામાં આવ્યો. બાદમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ભીમાનીચક પંચાયતના પૂર્વ વડા
સંજય વર્મા દુલ્હિન બજાર બ્લોકની એન્કા ભીમાનીચક પંચાયતના પૂર્વ વડા હતા. દુલ્હિનબજાર પોલીસ સ્ટેશન વિસ્તારના એંનખા અને કટૈયા ગામની નજીક આ ઘટના બની હતી.