- BMCના આસિસ્ટન્ટ કમિશનર રમેશ પવારે પાણીને બદલે પીધું સેનિટાઈઝર
- થોડી વાર બાદ પવાર ફરીથી ગૃહમાં આવ્યા
- પવારને સારું લાગતા તેમને બજેટ રિપોર્ટ વાંચ્યુ
મહારાષ્ટ્ર : મુંબઇ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગનું બજેટ રજૂ કરી રહેલા મ્યુનિસિપલ કમિશનર રમેશ પવારે પીવાના પાણીને બદલે સેનિટાઇઝર પી લીધું હતું. જે કારણે બજેટ રજૂ કરવામાં થોડું મોડું થયું હતું. સેનિટાઈઝર પીધા બાદ પવાર તાત્કાલિક ચહેરો ધોવા માટે હોલની બહાર ગયા હતા. જે બાદ તેમના ચહેરા પર થોડી મૂંઝવણ જોવા મળી હતી. જોકે, થોડી વાર બાદ પવાર ફરીથી ગૃહમાં આવ્યા અને બજેટ વાંચી લીધું હતું.
પાણીની બોટલ અને સેનિટાઇઝર એક સરખા દેખાતા હોવાથી થઇ ચૂંક
આ અંગે સહ-કમિશનર રમેશ પવારે જણાવ્યું કે, મેં વિચાર્યું કે ભાષણ શરૂ કરતા પહેલા પાણી પીવું જોઈએ, તેથી મેં બોટલ ઉપાડી અને પાણી પીવાનું શરૂ કર્યું. ત્યાં રાખેલી પાણીની બોટલ અને સેનિટાઈઝર્સ એક સરખા દેખાતા હોવાથી ભુલથી સેનેટાઇઝર પી લીધું હતું.
કોગળો કર્યા બાદ વાંચ્યુ બજેટ
બજેટ રજૂ કર્યા બાદ આ અંગે માહિતી આપતા પવારે મીડિયાને જણાવ્યું કે, મેને સેનેટાઇઝર પીધા બાદ તરત જ ખ્યાલ આવી ગયો કે, તે પાણી નથી. જે કારણે કોગળો કરવા માટે બહાર ગયો હતો. આ દરમિયાન શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંધ્યા દોશીએ પવારને તાત્કાલિક પાણીની બોટલ આપી હતી. થોડા સમય બાદ પવારને સારું લાગતા તેમને બજેટ રિપોર્ટ વાંચવા લાગ્યા હતા. શિક્ષણના સંયુક્ત કમિશનર આશુતોષ સલીલની તબિયત સારી ન હતી. જે કારણે બજેટ વાંચવાની જવાબદારી રમેશ પવારને સોંપવામાં આવી હતી.