મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના શહેર ઈન્દોરે સતત ચોથી વખત દેશના સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર જીત્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરસિંગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર કર્યું છે.
સ્વચ્છતા સર્વેક્ષણ 2020: ઈન્દોર સતત ચોથી વાર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું - દેશનું સૌથી સ્વચ્છ શહેર
ઈન્દોરે સતત ચોથી વખત દેશના સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર જીત્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરસિંગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર કર્યું છે. જેને લઈને ઈન્દોરમાં ઉત્સાહનો માહોલ જોવા ળ્યો છે. ઈન્દોર માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. જેને ખાસ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને રંગોળી બનાવી ઉજવણી કરી હતી.
સ્વચ્છતા સર્વેક્ષણ 2020
સ્વચ્છતા સર્વેક્ષણ-2020માં સારું પ્રદર્શન કરનારા શહેરોના કુલ 129 પુરસ્કારોની જાહેરાત વડાપ્રધાને મોદીએ વીડિયો કોન્ફરસિંગ દ્વારા કરી હતી. જેમાં મધ્યપ્રદેશના ઈન્દોરે સ્વચ્છતા સર્વેક્ષણમાં બાજી મારી છે. જેને લઈને ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશના કર્મચારીઓ સહિત લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઈન્દોર માટે આજનો દિવસ ઐતિહાસિક છે. જેને લઈને શહેરોમાં ખાસ તૈયારીઓ શરુ કરાઈ છે. સ્વચ્છતામાં સતત નંબર વન પર રહેવાને કારણે ઈન્દોરે વિશ્વસ્તરે તેમની અનોખી ઓળખ બનાવી છે.