હૈદરાબાદ: ભારતની સ્ટાર બેડમિંટન પ્લેયર સાઇના નહેવાલ ભાજપમાં જોડાઈ છે. સાઇના પહેલા યોગેશ્વર દત્ત, ક્રિકેટર ગૌતમ ગંભીર અને બબીતા ફોગાટ પણ ભાજપના જોડાઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે, સાઇના 2012 લંડન ઓલિયમ્પિક મહિલા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ખેલાડી છે.
બેડમિંટન સ્ટાર સાઇના નહેવાલ ભાજપમાં, કહ્યું- મોદીજીએ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપ્યું - ભાજપ
બેડમિંટન ખેલાડી સાઈના નહેવાલ બીજેપીમાં સામેલ થઈ ગઈ છે. આ અંગે સાઈનાએ કહ્યું કે, મોદીજીએ સ્પોર્ટ્સને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે, હું તેમનાથી પ્રેરિત છું
બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ ભાજપમાં જોડાઇ
આ પહેલા સાઇના નેહવાલે થાઇલેન્ડ માસ્ટર્સના પ્રથમ સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ સેટમાં હાર બાદ બીજા સેટમાં તે મેચમાં પરત ફરી હતી. 47 મિનિટ સુધી ચાલેલા મેચમાં ડેનમાર્કની ખેલાડી લાઇન કેજર્સફીલ્ડે સાઇનાને 21-13, 17-21, 21-15થી હરાવી હતી.
Last Updated : Jan 29, 2020, 2:54 PM IST