આ અગાઉ 9 કેસમાં નરપિશાસ કોલીને કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે તેની પર 1 લાખ 10 હજાર રૂપિયાનો દંડ પણ લાદ્યો છે.
નિઠારી કાંડ: 'નરભક્ષી દુષ્કર્મી રાક્ષસ 'સુરેન્દ્ર કોલીને 10મી વખત સજા-એ-મોત' - CBI
ન્યૂઝ ડેસ્કઃ નિઠારી કેસમાં 10માં કેસની સુનવણીમાં શુક્રવારે CBI કોર્ટના વિશેષ ન્યાયાધીશ અમિતા વીર સિંહે અંતિમ સુનવણીમાં સુરેન્દ્ર કોલીને દોષી ઠેરાવ્યો હતો. આ કેસમાં સુરેન્દ્ર કોહલીને CBIની અદાલતે ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે કહ્યુ કે, D5 કોઠીનાં નોકર સુરેન્દ્ર કોલીને ત્યાં સુધી ફાંસી પર લટકાવી રાખવામાં આવે જ્યાં સુધી તેનું મૃત્યુ ન થઈ જાય.
આ ચૂકાદો 2 માર્ચે આપવામાં આવ્યો હતો અને શનિવારે સજા સંભળાવવામાં આવી હતી. કોલી પર આરોપ હતો કે, તેમણે એક સગીર વયની છોકરીનું અપહરણ કરી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેણે છોકરીનાં મૃતદેહ સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો. કોર્ટે આ કેસને દુર્લભથી પણ અતિદુર્લભ ગણાવ્યો છે. આ પહેલા કોલીને કુલ 9 કેસમાં સજા સંભળાવવામાં આવી છે.
આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે માલીકની કોઠીનાં પાછળનાં ભાગમાં આવેલી ગટરમાંથી નાનાં બાળકોના હાડકાં અને અવશેષો મળી આવ્યા હતા. પાછળથી જાહેર કરવામાં આવ્યું કે, આ જગ્યાએ તેને મારી અને દુષ્કર્મ કરવામાં આવતુ હતુ. આ કેસમાં સુરેન્દ્ર કોલીને આરોપી બનાવવામાં આવ્યો હતો. જેમાં આરોપીને 1,10,000 દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસ દરમિયાન 38 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા.