ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સપાએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, આહિર અને ગુજરાત રેજીમેન્ટ બનાવવાનું વચન

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં બસપા સાથે ગઠબંધન કરી લોકસભા ચૂંટણી લડવા જઈ રહેલી સમાજવાદી પાર્ટીએ આજે પાર્ટીનો મેનીફેસ્ટો જાહેર કર્યો છે. શુક્રવારના રોજ સપાએ પાર્ટીનું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યો હતો. વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યા બાદ અખિલેશ યાદવે કહ્યું હતું કે, પહેલા જે કામ કરતા હતા તેને આગળ ધપાવીશું. સપાએ આજે 'વોટ ફોર મહાપરિવર્તન'ના નામે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું.

સપાએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

By

Published : Apr 5, 2019, 5:41 PM IST

અખિલેશે આ વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ કહ્યું હતું કે, આજે અમિરો અને ગરીબો વચ્ચે ખાઈ વધી રહી છે. ઉપરાંત અખિલેશે સેનામાં આહિર રેજીમેન્ટ તથા ગુજરાત રેજીમેન્ટ બનાવવાની પણ વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશે દેશને અનેક વડાપ્રધાન આપ્યા છે. જો આ વખતે પણ વડાપ્રધાન ઉત્તરપ્રદેશના હશે તો મને ઘણી ખુશી થશે.

અખિલેશે વધુમાં કહ્યું હતું કે, જીએસટીથી થોડો લાભ તો થયો છે પણ મોટા ભાગે નુકશાન જ થયું છે. નોટબંધીથી તો અનેક મોત થયા છે જેનો કોઈ રેકોર્ડ જ નથી. બેંકો ડૂબી રહી છે. અખિલેશે વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણ તથા અન્ય શિક્ષણ કઈ રીતે થઈ રહ્યં છે તેના પર ધ્યાન આપવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details