હાલ લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ભારતના તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે, કોંગ્રેસના મોટા નેતા સામ પિત્રોડાએ ટ્વીટ કરીને સર્જીકલ સ્ટ્રાઇકના પૂરાવા માંગ્યા છે.ત્યારે ભાજપ દ્વારા સામ પિત્રોડાના નિવેદનને લઈને રાજકારણ પણ ગરમાયુંછે. PMએ પણ આ મુદ્દાને લઈને ટ્વીટ કર્યું છે. જોકે હવે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આવા નિવેદનને લઈને રાજકીય પાર્ટીઓ એક બીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતી જોવા મળે છે.
પુલવામાં હુમલા બાબતે સમગ્ર પાકિસ્તાનને દોષી કહેવું યોગ્ય નથી: સામ પિત્રોડા
ન્યૂઝ ડેસ્ક : રાહુલ ગાંધીના નજીકના ઓવરસીઝ કોંગ્રેસ ચીફ સામ પિત્રોડાએ પુલવામાં હુમલાને લઇને એક વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. "તેમણે કહ્યું કે મને હુમલા વિશે વધારે જાણકારી નથી. પરતું આવી ઘટનાઓ બનતી હોય છે. મુબંઇમાં પણ આવા હુમલા થયા હતા.અમે ત્યારે પણ પ્રતિક્રિયા આપી શકતા હતા.પરતું તે સમય પ્રતિક્રિયા આપવી તે યોગ્ય ન હતું." તેમણે વધુમાં જણાવ્યું કે 8 લોકો આવે છે અને કોઇ ઘટનાને અંજામ આપીને જાય છે તે માટે સમગ્ર દેશને દોષી કહેવું તે યોગ્ય નથી.
કોંગ્રેસ ચીફ સામ પિત્રોડા
નિવેદનને લઈને ભાજપના નેતા મહેશ કસવાલાએ ટ્વીટને લઈને આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે "દેશની સૌથી મોટી પાર્ટી અને જૂની પાર્ટીના સભ્ય પાકિસ્તાનની વાત કરી રહ્યા છે તેવું લાગી રહ્યુંછે".દેશના જવાનો પાકિસ્તાન સામે લડે છે ત્યારે દેશની મોટી પાર્ટીના એડવાઇઝર પાકિસ્તાનની વાહવાહી કરી રહ્યા છે શરમ ની વાત છે.
Last Updated : Mar 22, 2019, 3:41 PM IST