કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, પાર્ટી આજે ગંભીર પરિસ્થિતીઓમાંથી પસાર થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ હાલતમાં અમે પાર્ટીથી અલગ થઈશું નહી. દુ:ખ એ વાતનું છે કે, અમુક લોકો છે કે, જેને પાર્ટીએ ઘણું બધું આપ્યું છતાં તેઓ પાર્ટીમાંથી સાઈડમાં થઈ ગયા છે.
કોંગ્રેસ પાર્ટી કઠણ સમયમાંથી પસાર થઈ રહી છે, સમીક્ષાની જરુર: સલમાન ખુર્શીદ - કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી પાર્ટી અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હાલ સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે.
salman khurshid on congress party
અમારે પાર્ટીને હારની સમીક્ષા કરવાની જરુર છે. અમારે વિચારવું જોઈશે કે, આખરે પાર્ટી કેમ સંકોડાઈ ગઈ છે. જો કે, અમને વિશ્વાસ છે કે, અમે વાપસી કરીશું.