મોદી સરકારના સારા કામ શોધવા ખૂબ જ કપરૂં કામ છે, સલમાન ખુર્શીદનો કેન્દ્ર સરકારને ટોણો - કલમ 370
નવી દિલ્હીઃ કોંગ્રેસમાં ગાંધી પરિવારની ભૂમિકા અંગે ખુર્શીદે કહ્યું કે, આ બાબતમાં કોઈ બે મત નથી કે તે કોંગ્રેસ પક્ષનો મુખ્ય સહયોગ છે. ભાજપ કહે છે તેના કરતા પરિણામો અલગ છે.

મોદી સરકાર માટે કોંગ્રેસમાં બે ભાગ પડી ગયા છે. કલમ 370 અંગે કોંગ્રેસના નેતાઓના અલગ-અલગ મંતવ્યો સામે આવી રહ્યાં છે. કેટલાક 370 કલમના પક્ષમાં છે, તો કેટલાક આ નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યાં છે. આ મુદ્દે સલમાન ખુર્શીદે વડાપ્રધાન મોદી અને બીજા નેતાઓ પર નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું હતું કે, તે કોઈ એક નેતાને સંદર્ભે વાત નથી કરતા. તેમના મત પ્રમાણે તે મોદી સરકારના સારા કામ શોધવા ખૂબ જ મુશ્કેલ છે. કોગ્રેસમાં ગાંધી પરિવાર પક્ષને મજબૂત બનાવવા માટે સક્ષમ છે, તેમાંય સોનિયા ગાંધીની હાથમાં પક્ષનું સુકાન છે તેથી પક્ષ સફળતા મેળવશે.
હાલમાં જયરામ રમેશ, શશિથરુર સહિતના કોંગ્રેસ નેતાઓના મંતવ્ય પ્રમાણે મોદી સરકારની દરેક બાબતે ટીકા કરવી જરૂરી નથી. જે જગ્યાએ તેમના નિર્ણય યોગ્ય લાગે ત્યાં તેમનું સ્વાગત પણ થવું જોઈએ. ત્યારે આ નિવેદન અને વિચારથી વિપરિત સલમાન ખુર્શીદે કહ્યું કે વડાપ્રધાન મોદીના સારા કામો શોધવા ખૂબ જ મુશ્કેલીભર્યુ કામ છે.