ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સલામાનના બોડીગાર્ડ શેરા શિવસેનામાં જોડાયા - સલામાનના બોડીગાર્ડ શેરા શિવસેનામાં જોડાયો

મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં સલમાન ખાનના બોડીગાર્ડ શેરા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેની હાજરીમાં ઠાકરેના નિવાસ સ્થાને શિવસેનામાં જોડાયા છે.

શેરા શિવસેનામાં જોડાયો

By

Published : Oct 19, 2019, 12:30 PM IST

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના 3 દિવસ બાકી છે તેવામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના લાંબા સમયથી બોડીગાર્ડ રહેલા ગુરમીતસિંહ ઉર્ફે શેરા શિવસેનામાં જોડાયા છે.

શિવસેનાએ આ અંગેની જાહેરાત તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

શેરાએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેની હાજરીમાં તેમના નિવાસ સ્થાન માતોશ્રી ખાતે શિવસેનાનો હાથ પકડ્યો.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ મતદાન છે, જ્યારે 24 ઓક્ટોબરના રોજ મતગણતરી છે.

ABOUT THE AUTHOR

...view details