ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દુષ્કર્મ અને હત્યાના આરોપીને જેલમાં મળી સાક્ષી મહારાજે આભાર વ્યક્ત કર્યો - rape case accused

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશના ઉન્નાવથી સાંસદ સાક્ષી મહારાજ બુધવારે સીતાપુર જેલમાં પહોંચ્યા હતાં. સાક્ષી મહારાજે અહીં દુષ્કર્મ તથા હત્યાના આરોપી એવા ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સાક્ષી મહારાજે કહ્યું હતું કે, સેંગર અમારા લોકપ્રિય નેતા છે.ચૂંટણી બાદ તેમનો આભાર માનવો યોગ્ય લાગ્યો તેથી તેમને મળવા આવ્યો છું.

ani

By

Published : Jun 6, 2019, 10:14 AM IST

સાક્ષી મહારાજને અહીં પ્રોટોકોલ સાથે પૂરી 2 મિનીટ સુધીનો સમય આપ્યો હતો. જ્યાં તેમણે સેંગરનો આભાર વ્યક્ત કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, કુલદીપ સેંગર સામૂહિક દુષ્કર્મ તથા પિડીતાના પિતાની હત્યાના આરોપમાં 2 વર્ષની જેલ સજા ભોગવી રહ્યા છે.ગત વર્ષે જ પિડીતા તથા તેમના પરિવાર મુખ્યપ્રધાનના આવાસની સામે જ આત્મવિલોપન કરવાની ચિમકી આપ્યા બાદ આ ઘટનાઓ જોર પકડ્યુ હતું. આરોપી કુલદીપ સેંગરે ગત વર્ષે જૂન મહિનામાં સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ પિડીતાના પિતાની પણ હત્યા કરી દેવામાં આવી હતી. જેને લઈ સરકાર પર દબાણ વધતા ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details