સાક્ષી મહારાજે કહ્યું હતું કે,' સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોને હું ધન્યવાદ આપુ છું. જેમણે બંને પક્ષોને બહુ ગંભીરપણે સાંભળ્યા. મને લાગે છે કે 6 ડિસેમ્બરથી અયોધ્યામાં રામ મંદિર બનવાનું શરૂ થઈ જશે.'
મહારાજે ઉમેર્યુ હતું કે,' અમને વિશ્વાસ છે કે રામ મંદિર અંગે જે પણ નિર્ણય આવશે તે મોદીજીની નેતૃત્વવાળી અને ગૃહપ્રધાન અમિત શાહના કાર્યકાળમાં હિંદુ-મુસલમાન મળીને 6 ડિસેમ્બરથી ભવ્ય રામમંદિરનું નિર્માણ શરૂ કરશે. આવું મારી અંતરઆત્મા કહે છે.'