ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીઃ સાકેત કોર્ટે તબલીઘી જમાત કાર્યક્રમમાં સામેલ 21 દેશોના 22 નાગરિકોને જામીન આપ્યા - તબલીઘી જમાત

દિલ્હીની સાકેત કોર્ટે નિઝામુદ્દીન મરકઝમાં તબલીઘી જમાત કાર્યક્રમમાં સામેલ 21 દેશોના 22 નાગરિકોને જામીન આપી દીધા છે. મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગુરમોહિના કૌરે 10 હજાર રૂપિયાના બોન્ડ પર આ 22 વિદેશી નાગરિકોના જામીન મેળવવા આદેશ આપ્યો હતો.

saket-court-granted-bail-to-22-citizens-of-21-countries-involved-in-the-tabligi-jamaat-program
દિલ્હીઃ સાકેત કોર્ટે તબલીઘી જમાત કાર્યક્રમમાં સામેલ 21 દેશોના 22 નાગરિકોને જામીન આપ્યા

By

Published : Jul 8, 2020, 7:07 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટે નિઝામુદ્દીન મરકઝમાં તબલીઘી જમાત કાર્યક્રમમાં સામેલ 21 દેશોના 22 નાગરિકોને જામીન આપી દીધા છે. મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગુરમોહિના કૌરે 10 હજાર રૂપિયાના બોન્ડ પર આ 22 વિદેશી નાગરિકોના જામીન મેળવવા આદેશ આપ્યો હતો.

કોર્ટે આજે અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ચીન, યુએસએ, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, રશિયા, અલ્જેરિયા, બેલ્જિયમ, સાઉદી અરેબિયા, જોર્ડન, ફ્રાંસ, કઝાકિસ્તાન, મોરોક્કો, ટ્યુનિશિયા, બ્રિટન, ફીજી, સુદાન સહિત 22 નાગરિકોને જામીન આપ્યા છે. ગત જૂન 7એ સાકેત કોર્ટે 122 મલેશિયન નાગરિકોને જામીન આપ્યા હતા. સાકેત કોર્ટે 956 વિદેશી નાગરિકો વિરુદ્ધ દાખલ 59 ચાર્જશીટની નોંધ લીધી અને તમામ વિદેશી નાગરિકોને નોટિસ ફટકારી અને તેમને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપ્યા હતા. આ વિદેશી નાગરિકોએ માર્ચ મહિનામાં તબલીઘી જમાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચાર્જશીટમાં આ વિદેશી નાગરિકો પર વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. દિલ્હી પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું છે કે, આ વિદેશી નાગરિકોએ કોરોના સંબંધિત કેન્દ્ર સરકારના માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યું છે.

ગત 2 જૂને, દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને સૂચન આપ્યું હતું કે, તબલીઘી જમાતનાં વિદેશી નાગરિકો વિરુદ્ધના કેસની સુનાવણી કરતી વખતે તેઓએ પહેલા એવા કેસો ચલાવવા જોઈએ જેમાં આરોપીઓએ પોતાની ભૂલ કબૂલ કરી હોય અથવા જેમાં સમાધાનનો અવકાશ હોય. હાઈકોર્ટે સાકેત કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને આ કેસોની સુનાવણી માટે તારીખ અને સમય નક્કી કરવા આદેશ આપ્યો હતો કે જેથી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે.

હાઈકોર્ટે સાકેત કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને સૂચના આપી હતી કે, પહેલા તબલીઘી જમાતને લગતા તમામ કેસો આરોપીના દેશ પ્રમાણે વર્ગીકૃત કરવા. કેસોની નોંધ લીધા પછી, જો આરોપીઓ તેમના આક્ષેપની કબૂલાત કરે અથવા સમજૂતી હોય તો પહેલા તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આરોપીની હાજરી માટે સંબંધિત દેશોના હાઈ કમિશનને પણ વિનંતી કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details