ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓલીના નિવેદન પર હરિદ્વારના સંતો નારાજ, કહ્યું- ઓલી 'ઉલ્લુ' છે - રામની અયોધ્યા ભારતમાં નહીં પરંતુ નેપાળમાં છે

હરિદ્વારના સાધુ-સંતોએ ઓલીના નિવેદન પર આપતિ દર્શાવી છે. આ અંગે સંતોનું કહેવું છે કે, ઓલીના નિવેદનથી ઇતિહાસ નહીં બદલાય.

Etv Bharat, GUjarati News, Haridwar News
Haridwar News

By

Published : Jul 15, 2020, 6:51 AM IST

Updated : Jul 15, 2020, 8:13 AM IST

હરિદ્વારઃ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સોમવારે કહ્યું હતું કે, રામની અયોધ્યા ભારતમાં નથી, પરંતુ નેપાળમાં છે. ઓલીએ ભારત પર સાંસ્કૃતિક તથ્યોનું અતિક્રમણ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, જનકપુરની જે સીતાના લગ્ન રામ સાથે થયા હતા, તે રામ ભારતના રાજકુમાર નહીં, પરંતુ નેપાળના હતા. ઓલીના આ નિવેદન પર હરિદ્વારના સાધુ-સંતોએ આપતિ વ્યક્ત કરી છે.

પતંજલી યોગ પીઠના આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, ભગવાન રામને રાજકીય સીમાઓમાં બાંધવામાં આવી શકે નહીં. કોઇ વિશે કંઇપણ કહેવાથી અમારી પરંપરા અથવા ઇતિહાસ બદલશે નહીં. આપણા મહાપુરૂષોની એક સમૃદ્ધિ પરંપરા અને વિરાસત છે. એવામાં ઓલીના નિવેદનથી માન્યતાને બદલવી અસંભવ છે.

કેપી શર્મા ઓલીના નિવેદન પર હરિદ્વારના સંતો નારાજ

બાલકૃષ્ણ અનુસાર ભારત, નેપાળ સહિત કેટલાય દેશ આર્યવર્તનો ભાગ હતા. અમુક લોકોના કહેવા પ્રમાણે રામાયણ અને મહાભારત કાલ્પનિક થશે નહીં. આપણા મહાપુરુષો હંમેશા એક પરંપરા, અસ્તિત્વ અને વ્યક્તિત્વ રહ્યું છે, જે ભારતના લોકોને પ્રેરણા આપે છે. એવામાં કોઇ વ્યક્તિના કહેવાથી ઇતિહાસ બદલાશે નહીં.

કેપી શર્મા ઓલીના નિવેદન પર હરિદ્વારના સંતોએ નારાજગી વ્યક્ત કરી છે. શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી રાજ રાજેશ્વરે નેપાળી PM કેપી શર્મા ઓલીની તુલના ઉલ્લુ (મૂર્ખ) સાથે કરી છે. સ્વામી રાજ રાજેશ્વરે કહ્યું કે, ઉલ્લુને સૂર્ય દેખાતો નથી. તેવી જ રીતે ઓલીને સૂર્યવંશી ભગવાન રામનું અસ્તિત્વ જોઇ શકતા નથી. રાજકીય અસ્થિરતાથી ધ્યાન હટાવવા માટે ઓલીએ આવા પાયાવિહોણા નિવેદન આપ્યાં છે.

Last Updated : Jul 15, 2020, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details