નવી દિલ્હીઃ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતી માલીવાલે કહ્યું કે, જામિયાની વિદ્યાર્થિની સફૂરા ઝરગર જે પણ આરોપો હેઠળ જેલમાં બંધ છે, તેમાં તેને શું સજા આપવી અને તે પોતાના આરોપોને લઇને શર્મિંદા છે કે, નહીં તે અંગે કોર્ટ નિર્ણય લેશે.
સફૂરાને લઈને માલીવાલે દિલ્હી પોલીસ સાઈબર સેલને નોટિસ ફટકારી - દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતી માલીવાલ
જામિયામાં પી.એચ.ડીની વિદ્યાર્થીની સફૂરા ઝરગર આ સમયે તિહાડ જેલમાં બંધ છે. તેની પ્રેગ્નેન્સીને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. જેથી દિલ્હી મહિલા આયોગે આ મુદ્દે દિલ્હી પોલીસના સાઈબર સેલને નોટિસ ફટકારી છે.
સફૂરાને લઈને માલીવાલે દિલ્હી પોલીસ સાઈબર સેલને નોટિસ ફટકારી
સ્વાતી માલીવાલે કહ્યું કે, જે પ્રકારે તાજેતરના દિવસોમાં તેની ગર્ભાવસ્થાને લઇને સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે, તે એક મહિલાના સમ્માનને ઠેંસ પહોંચાડે છે. જેથી દિલ્હી પોલીસ સાઈબર સેલને નોટિસ આપવામાં આવે છે કે, જે આ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે, તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે.
આયોગે નોટિસ ફટકારી સફૂરા મુદ્દે ટિપ્પણી કરનારા લોકો વિરુદ્ધ સાઈબર ક્રાઈમ કેવા પગલા ભરી રહ્યું છે, તે અંગેની માહિતી માગી છે.