નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સાધ્વી ઋતંભરા હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સાધ્વી ઋતંભરાએ જણાવ્યું કે, દરેક યુગમાં મહિલાઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સ્ત્રી સતત તેના હક માટે લડતી રહી છે. ઈટીવી ભારત સાથે વાતચીત દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાધ્વી રીતંભરાએ આપ્યું નિવેદન સમાજમાં કેમ મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ વધી રહ્યા છે
સાધ્વી ઋતંભરાએ જણાવ્યું કે, દુષ્કર્મીઓને સમાજ દ્વારા સજા આપવામાં આવવી જોઈએ. તેમને ફાંસી આપવી જરૂરી છે, પરંતુ આ સાથે દુષ્કર્મી બનાવનારા લોકોને પણ સજા થવી જોઈએ. સમાજમાં આવા ગુનાઓ શા માટે થઈ રહ્યા છે તે બાબતનો ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર છે. આપણી સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાયેલી વાતો માતાપિતા, વડીલો તેમના નાના બાળકોને શીખવતા નથી. જે બાબત પણ ક્યાંકને ક્યાંક ગુનાઓમાં વધારો કરવા જવાબદાર છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાધ્વી ઋતંભરાએ આપ્યું મોટું નિવેદન નિર્ભયાના આરોપીઓને સજા આપવા બાબતે મજાક થઈ રહ્યો છે
સાધ્વી ઋતંભરાએ નિર્ભયાના આરોપીને ફાંસી આપવામાં થતા વિલંબ અંગે વાત કરતા જણાવ્યું કે, આરોપીઓને સજા કરવા માટે સતત વિલંબ થઈ રહ્યો છે, જે કારણે ખોટો સંદેશ સમાજ સુધી પહોંચી રહ્યો છે, આજે આપણે જોઈએ છીએ કે, દુષ્કર્મીઓની તરફેણમાં વકીલો ઉભા છે, તેઓ તેમના હકની વાત કરી રહ્યા છે. તેઓ પોતાની આ બાબતનો ખુલાસો આપતા કહે છે કે, તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. એ કામ જ શું કામનું જે તમને સારા વ્યક્તિ ન બનાવી શકે.