ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંસદમાં પણ સાધ્વી પ્રજ્ઞાનો બખેડો, સાધ્વીના શપથ પર વિપક્ષે કર્યો હોબાળો - opposizan

દિલ્લીઃ પોતાના નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહેતા અને વિવાદોમાં ઘેરાયેલા ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ સોમવારે સંસદના પ્રથમ દિવસે જ શપથગ્રહણમાં બખેડો ઊભો કર્યો હતો.શપથ દરમિયાન જ્યારે તેણે પોતાનું નામ લીધું તો વિપક્ષે હોબાળો કરવાનો શરૂ કર્યું હતું.

સંસદમાં પણ સાધ્વી પ્રજ્ઞાનો બખેડો, સાધ્વીના શપથ પર વિપક્ષે કર્યો હોબાળો

By

Published : Jun 17, 2019, 11:25 PM IST

લોકસભામાં વિપક્ષની ઘોર આપત્તિ બાદ કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર કુમારે આશ્વાસન આપ્યું હતું કે, સાધ્વી પ્રજ્ઞાએ જે નામ ચૂંટણી પંચના પ્રમાણપત્રમાં આપ્યું છે તે જ નામ રેકોર્ડમાં રાખવામાં આવશે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તે ભગવાનના નામ પર શપથ લે છે અને એજ નામ લઇ રહી છે જે તેમને ફોમમાં નામ એપ્યુ છે. દરમિયાન, થોડા સમય માટે, લોકસભાના અધિકારીઓ અને સ્ટાફ સાધ્વી પ્રજ્ઞાની રેકોર્ડમાં નોંધાયેલા નામની શોધ કરી રહ્યા હતા.

આ ઘટના બાદ અધ્યક્ષે ઠાકુરના સોગંદનામામાં રજૂ કેરલા નામ પછીનો ભાગ જ વાંચ્યો હતો.જેને લઈ કોંગ્રેસના સભ્યોએ લાંબા સમય સુધી વાંધો ઉઠાવ્યો હતો. જો કે અધ્યક્ષએ ખાતરી આપી હતી કે, ચૂંટણી પ્રમાણપત્રમાં લખેલુ સાધ્વી પ્રજ્ઞાનું નામ હાઉસના રેકોર્ડમાં નોંધવામાં આવશે.

સાધ્વી પ્રજ્ઞાએ સંસ્કૃતમાં શપથ લીધા હતાં. તેણે પોતાનું નામ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પૂર્ણચેતનાનંદ અવધેશાનંદ ગિરિ જણાવ્યું હતું. તેમણે પોતાના શપથ બાદ ભારત માતા કી જય પણ બોલી હતી.

ABOUT THE AUTHOR

...view details