સાધ્વી પ્રજ્ઞા સિંહ બાબા મહાકાલના દર્શને, દિગ્વિજય સિંહ મારા માટે કોઈ ચેલેન્જ નથી - ujjain
ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશમાં ગત રોજ ભાજપે ભોપાલ સીટ પરથી સાધ્વી પ્રજ્ઞા સિંહને ઉમેદવાર બનાવ્યા છે જ્યાં તેમની સામે કોંગ્રેસના દિગ્વિજય સિંહ સામે ટક્કર થશે. સાધ્વી પ્રજ્ઞા આજે ઉજ્જૈનમાં બાબા મહાકાલના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરી હતી.
સાધ્વી પ્રજ્ઞા સિંહ બાબા મહાકાલના દર્શને
ઉજ્જૈનમાં બાબા મહાકાલના દર્શન કરી તેણે ગર્ભ ગૃહમાં પૂજા અર્ચના પણ કરી હતી. ત્યાર બાદ મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે, ભોપાલ સીટ પર દિગ્વિજય સિંહ મારા માટે કોઈ ચેલેન્જ નથી. આ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ છે. આ ચૂંટણી ધર્મયુદ્ધ છે તથા મતદારોની સામે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્વનો છે.